ગુરુવારે કચ્છના મૂળ નખત્રાણા ગામના પાયલોટે કોરોના મહામારીના કઠિન સમયમાં ચીનથી ડોકટરો માટે PPE કીટ લાવવાની ફ્લાઈટમાં પાયલોટિંગ કર્યું હતું, અને ડોકટરો માટે ઉપયોગમાં લેવાના મેડિકલ PPE કીટ ત્યાંથી દિલ્હી લાવવામાં આવી હતી. મૂળ નખત્રાણા અને હાલ દોઢ વર્ષથી દિલ્હી સ્થિત એર ઇન્ડિયામાં પાયલોટ તરીકે દર્શન મોહનભાઇ નાથાણી ફરજ બજાવી રહ્યા છે. ભારત કોરોના મહામારી વચ્ચે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ અને ટેસ્ટિંગ કીટ ચાઈનાથી મેળવી રહ્યું છે. એ વચ્ચે એક ફ્લાઇટ ગુરુવારે જયારે આ PPE કીટ લેવા ચીન ગઈ ત્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટનું પાયલોટિંગ કચ્છી પાયલોટ દર્શને કર્યું હતું.આ અંગે ‘ભાસ્કર’થી વાત કરતા તેમના પિતા મોહનભાઇ નાથાણીએ જણાવ્યું કે, દર્શન આ ફ્લાઈટમાં ચાઈના ગયો હતો. મારી ફોન પર તેનાથી વાત થઇ હતી અને ખબરઅંતર પૂછ્યા હતા. તે એકદમ સહી સલામત છે અને આ બાબતે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે, 32 વર્ષીય દર્શન દોઢ વર્ષ પહેલા એર ઇન્ડિયામાં પાયલોટના રેન્કથી જોડાયો છે. પોતાની પુત્રી અને પત્ની સાથે હાલ દિલ્હી રહે છે. આ બાબત ધ્યાને આવતા તેને કડવા પાટીદાર સમાજ સમાજ અને મિત્રવર્તુળે પોતાના જીવની પરવાહ કર્યા વગર કોરોના સામે લડી રહેલા ડોક્ટર માટે તે PPE કીટ લાવ્યો તે મુદ્દે અભિનંદન પાઠવ્યા હતા.
Sunday, April 26, 2020
New
