તંત્ર રાશન માટે ગયું, મહિલા ગર્ભવતી હતી પ્રાંતઅધિકારી તથા તેમની ટીમે ડિલિવરી સુધી મદદ કરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, April 26, 2020

તંત્ર રાશન માટે ગયું, મહિલા ગર્ભવતી હતી પ્રાંતઅધિકારી તથા તેમની ટીમે ડિલિવરી સુધી મદદ કરી

 ઘણી વખત એવા કિસ્સા બનતા હોય છે કે,જે વહીવટીતંત્રના અધિકારીઓ અંદરના માણસની માનવતાની મહેક આપી જાય છે. લોકડાઉન વચ્ચે ભુજ પ્રાંત અધિકારી ટીમને રાશનની કીટ જરૂરિયાત હોવાનો ફોન આવ્યો હતો, ટીમ જયારે મદદ માટે ગઈ તો મહિલા ગર્ભવતી હોવાનું ધ્યાને આવ્યું. સતત આ ટીમ તેમના સંપર્કમાં રહી અને તમામ સહાયતા પૂરી પાડી હતી અને જયારે પ્રસવ પીડા ઉપડી ત્યારે ટીમ દ્વારા તેને જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને સ્વસ્થ બાળકીનો જન્મ પણ થયો.
પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, લોકડાઉનમાં આવી સ્થિતિમાં ટીમ મદદ કરી શકી અને માં-દીકરી સ્વસ્થ છે તે જ ખુશીની વાત છે. આ બાળકીને મહિલા અને બાળ વિકાસ અધિકારીને અવની રાવલ દ્વારા બેબી કીટ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હવે 21 એપ્રિલથી ખાનગી કુરિયર સર્વિસ પણ ચાલુ થઇ જશે જેથી લોકો આસાનીથી ઇમરજન્સી મેડિકલ તેના દ્વારા પણ મંગાવી શકશે.દવાના કિસ્સાની વાત કરીએ તો, અંજારના કિશોરભાઈ નામના વ્યક્તિ હોમિયોપેથીની દવા અમદાવાદથી લેતા હતા, પણ આ સ્થિતિમાં દવા મેળવવી અઘરી હોતા મંગાવી આપવા પ્રાંત અધિકારી ભુજને વિનંતી કરવામાં આવી હતી.આ બાબતે ત્યાં અમદાવાદ ભાસ્કર ભટ્ટ ક્લિનિકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.જો કે ત્યાં કુરિયર બંધ છે અને ક્લિનિકના કોઈ વ્યક્તિ પોસ્ટ ઓફિસ જઈ શકે એમ નથી તે જાણવા મળ્યું હતું.બાદમાં ભુજ ટીમ દ્વારા ત્યાં આર.એસ.એસ.ના કાર્યકર્તા આશિષ દેસાઈનો સંપર્ક સાધતા તેઓએ તતપરતા દર્શાવી 10 મિનિટમાં દવાઓ મેળવી પોસ્ટ મારફતે બીજા દિવસે ભુજ કચેરીએ મોકલી આપી હતી.આ દવાઓ બાદમાં નાયબ મામલતદાર લલિત ડાભી દ્વારા અંજાર તેમના ઘરે પહોંચતી કરવામાં આવી હતી.ભુજ પ્રાંત અધિકારી ટીમ દ્વારા 19 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકો અને તેવા લોકો જે બહારે નથી જઈ શકતા,તેવા 73 દર્દીઓ અને લોકોના ઘરઆંગણે દવા પહોંચાડવામા આવી હતી.આ કાર્ય માટે વહીવટીતંત્ર,સિવિલ ડિફેન્સ અને સ્વયંસેવકની ટીમ તૈયાર કરવામાં આવી છે.લલિત ડાભી અને ચિરાગ ભટ્ટનું ખાસ સંકલન રહ્યું હતું. માંડવીમાં લીવરની બીમારીથી પીડાતા ઉચિત નામના દર્દી અમદાવાદથી દવા લેતા હતા, પણ લોકડાઉનમાં તે બંધ હોતા પ્રાંત અધિકારી પાસે તેમને મદદ માંગી હતી. અધિકારીએ સીધો અમદાવાદ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યાં ક્લિનિક જે બિલ્ડિંગમાં હતું તે કોરોનાના લીધે સીલ હતું. બાદમાં ખુલતા 17 એપ્રિલના ડો. પરેશ ઠક્કરે ત્યાંથી પોસ્ટ ઓફિસ મારફતે દવા મોકલી આપી હતી.મુંબઈથી ભરૂડીયા આવેલા રૂસભ સત્રા અને પરિવાર લોકડાઉનમાં ત્યાં જ ફસાઈ ગયા હતા. આ વિસ્તારમાં દવાઓ ન મળતા તેના માતા હાયપર ટેંશન અને ડાયાબિટીસથી પીડાતા હતા. જો કે આ બાબત ટ્વિટર પરથી ધ્યાને આવતા વેંત જ ભુજમાં દવા ઉપલબ્ધ ન હોતા પ્રાંત અધિકારીથી અમદાવાદથી ભુજ દવા મંગાવાઈ અને ખાસ વાહન મારફતે ભચાઉ અને ત્યારબાદ ભરૂડીયા પહોંચાડાઇ હતી.