ભચાઉ હાઇવે રોડ પર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન દેશલપર વાંઢાયના કાર ચાલક પાન બીડી સિગારેટના પેકેટો સાથે પકડાઇ ગયો હતો જ્યારે બીજો કારમાં છરી સાથે ઝડપાઇ જતાં બન્ને વિરૂધ જાહેર નામાના ભંગ બદલ પધ્ધર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે વહેલી સવારે પધ્ધર પોલીસની વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન ભચાઉ તરફથી આવી રહેલી જી.જે.12 એઇ 0531 નંબરની કારને રોકીને તપાસ કરતાં કાર ચાલક કરશનભાઇ પ્રેમજીભાઇ રામાણીયા (પટેલ) રહે દેશલપર વાંઢાય વાળાના કબજાની કારમાંથી બીડી સિગારેટના પેકેટો તથા તમાકુ ચુનાના પેકેટો મળી આવતાં આરોપી વિરૂધ જાહેર નામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ અગ્યાર વાગ્યાના અરસામાં ભચાઉ તરફ કાર લઇને આવી રહેલા કાસમશા ભચલશા શેખ રહે કનૈયાબેને પોલીસે રોકી તપાસ કરતાં તેના કબજામાંથી સ્ટીલના હાથાવાળી છરી મળી આવી હતી જેથી આરોપી વિરૂધ પધ્ધર પોલીસે જાહેર નામાના ભંગનો ગુનો નોંધી બન્ને શખ્સોની ધરપકડ કરી
લીધી હતી.
લીધી હતી.