ભચાઉ તાલુકાના મોટી ચીરઇ ગામમાંથી એક વર્ષથી હત્યાનો પ્રયાસ , એટ્રોસીટી અને દારૂના ગુનાઓમાં ફરાર બે આરોપીઓને પાૂર્વ કચ્છ એલસીબીની ટીમે પકડી લઇ ભચાઉ પોલીસને સોંપ્યા છે. એલસીબી પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ખુનની કોશીષ કરનાર, એટ્રોસીટી તેમજ દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીઓ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા જુની મોટી ચીરઇમાં આશાપુરા ચોકમાં બેઠા હોવાની બાતમી હેડકોન્સટેબલ પ્રહલાદસિંહ ચુડાસમાને મળી હતી, આ બાતમીના આધારે બન્ને આરોપીઓને એલસીબીએ પકડી લઇ વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યા હતા. આ કામગીરીમાં પીઆઇ રાણા સાથે પીએસઆઇ એમ.એસ.રાણા અને એલસીબીની ટીમ જોડાઇ હતી.
Sunday, April 26, 2020
New