આદિપુરની હરિઓમ હોસ્પિટલને સામખિયાળી એલ. એન્ડ ટી. કંપની IDPL વિભાગના ટોલ પ્લાઝા દ્વારા કોરોના દર્દીઓને મદદરૂપ થવા માટે રૂા.5.50 લાખની કિંમતનું વેન્ટિલેટર મશીન દાન આપવામાં આવ્યું હતું. વેન્ટિલેટર મશીન અર્પણ કરતા એલ. એન્ડ ટી. પ્રોજેકટ હેડ અમિત ચંદાએ જણાવેલ કે કોરોના મહામારીને નાથવાના પ્રયાસમાં અમારી કંપની દ્વારા કચ્છના લોકો માટે સેવાનો મોકો મળ્યો છે તેની માટે અમે ઋણી છીએ, આ પ્રસંગે કંપનીના રૂટ ઓપરેટર શૈલેષ રામી સાથે રહ્યા હતા.
Monday, April 27, 2020
New