લોકડાઉનના બત્રીસ દિવસ બાદ સૌ પ્રથમ એસ.ટી. બસ દ્વારા ભુજ અને ગાંધીધામથી મધ્ય પ્રદેશના મજુર પરિવારને રવાના કરવામાં આવ્યા હતા. શનિવારે સાંજે ભુજના એરપોર્ટ રોડ સ્થિત કુમાર છાત્રાલયથી ભુજમાં મજૂરી કરતા પરિવાર કે જેમને સુરક્ષા હેતુથી કોરોંટાઈન કરાયા હતા. તેઓને સચિવ કક્ષાએથી આદેશ આવતા બસ દ્વારા મહિલા, પુરુષો અને બાળકો સહિત 32 જેટલા વ્યક્તિઓ રવાના કરાયા હતા. સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ત્રણ પેસેન્જરની સીટ પર બે જ વ્યક્તિને બેસાડ્યા હતા. તથા તેમને ગુજરાત-મધ્ય પ્રદેશની સરહદ પરના ટીટોડ ગામે મુકાશે. ત્યાંથી મધ્ય પ્રદેશ સરકાર તેમના વતન સુધી મૂકવાની વ્યવસ્થા કરશે. પ્રથમ વખત જતાં આ પરિવારોનું ભુજમાં જ તંત્ર દ્વારા ટેમ્પરેચર ચેક કરાયું હતું, તેમજ રસ્તા માટે નાસ્તો અને પાણીની વ્યવસ્થા ગોઠવી હતી.
તો ગાંધીધામ શેલ્ટર હોમમાં રહેલા 15 મજૂરોને વતન માટે રવાના કરાયા હતાં. મજૂરી અર્થે મધ્યપ્રદેશની કચ્છમાં આવેલા અને લોકડાઉનના સમયમાં પગપાળા વતન પહોંચવા નીકળી પડેલા મજૂરોને અટકાવી તંત્ર દ્વારા 15 જેટલા મજૂરોને ગાંધીધામના શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારની સમજૂતી બાદ આ અટકી પડેલા 15 મજૂરોને આજે બસ મારફતે ગુજરાતની બોર્ડર સુધી મૂકી આવવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.
આ અંગે અંજારના પ્રાંત અધિકારી ડો.વી.કે. જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન સમય દરમ્યાન પશ્ચિમ કચ્છ માંથી પગપાળા વતન પહોંચવા નીકળી પડેલા મજૂરોને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને ગાંધીધામ શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા હતા. જેને સરકારના આદેશ મુજબ વતન તરફ પહોંચાડવા અંજાર એસ.ટી.ની એક બસની મદદથી 15 જેટલા મજૂરોને આજે લઈ જવામાં આવ્યા હતા.