ભુજના બાળકે એક મિનીટમાં 34 સિક્કા ગોઠવી રેકોર્ડ બનાવ્યો, દેશભરમાંથી 81 બાળકોએ લીધો ભાગ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, April 26, 2020

ભુજના બાળકે એક મિનીટમાં 34 સિક્કા ગોઠવી રેકોર્ડ બનાવ્યો, દેશભરમાંથી 81 બાળકોએ લીધો ભાગ

હાલ કોકડાઉનના ભાગરૂપે બાળકોના સમય મોબાઇલ અને ટીવી પાછળ ન બગાડે તથા સમયનો સદ ઉપયોગ થાય તે હેતુથી એક રાષ્ટ્રીય રેકોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક મિનીટમાં સૌથી વધારે સિક્કા ઊભા રાખવાની સ્પર્ધામાં મુળ અંજાર અને હાલે ભુજમાં રહેતા નિલ વિશાલભાઇ ઠક્કર (ઉ.વ.9) વિજેતા બન્યો હતો. તેણે એક મિનીટમાં કુલ 34 સિક્કા ઊભા રાખી રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
મોસ્ટ કોઇન્સ બેલેન્સ્ડ અપરાઇટ ઇન વન મિનીટનું ચેલેન્જ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશભરમાં જુદ-જુદા રાજ્યોમાંથી કુલ 81 બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી નીલ ઠક્કર વિજેતા બન્યો હતો. ભુજના વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સિનીયર નિર્ણાયક મિલન સોની અને દેવયાની એમ.સોનીએ રેકોર્ડ બ્રેકર નિલને વિડીયોકોલ મારફતે શુભેચ્છા આપી હતી. પ્રમાણપત્ર લોકડાઉન પૂર્ણ થયા બાદ આપવામાં આવશે. માતા-પિતાને 100 વૃક્ષનું વાવેતર કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.