લોકડાઉનમાં તુફાન, ટેક્સી માલિકો અને ડ્રાઇવરો બેહાલ, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, April 26, 2020

લોકડાઉનમાં તુફાન, ટેક્સી માલિકો અને ડ્રાઇવરો બેહાલ, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ

કોરોના વાયરસના કારણે લોકડાઉન અમલી બન્યાની સાથે પરિવહન પર રોક લગાવાઇ હતી, જેના કારણે કચ્છના તુફાન, ટેક્સી ચાલકો, ડ્રાઇવરોની હાલત કફોડી બની ગઇ છે. કચ્છમાં આશરે 1000ની આજુબાજુ તુફાન ચાલે છે. લોકડાઉન અમલી બન્યો ત્યારથી જિલ્લામાં તુફાન, ટેક્સીના પૈડા થંભી ગયા છે. એક મહિનાથી ઘરમાં લોકડાઉન તુફાન, ટેક્સી ચાલકો, ડ્રાઇવરોની હાલત કફોડી બની ગઇ છે. રોજે-રોજનું કમાઇને ખાતા ડ્રાઇવરોને પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. 
ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, નલિયા વગેરે સ્થળોએ તુફાન અને ટેક્સી એસોસિયેશન દ્વારા સંબંધિત નાયબ કલેક્ટર અને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ પણ લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા કોઇ ગાઇડલાઇન બહાર પડાય અથવા તો કોઇ સંસ્થા, સરકારી કચેરીઅોમાં ડ્રાઇવરોને હંગામી ધોરણે નોકરી પર લેવામાં આવે કાંતો રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.