કોરોનાના સંક્રમણને અટકાવવા નારાયણસરોવર પોલીસ અધિકારી કર્મચારીઓનું મેડીકલ પરિક્ષણ કરાયું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 25, 2020

કોરોનાના સંક્રમણને અટકાવવા નારાયણસરોવર પોલીસ અધિકારી કર્મચારીઓનું મેડીકલ પરિક્ષણ કરાયું

કોરોનાના સંક્રમણને અટકાવવા કરાયેલ લોકડાઉનને એક માસથી વધારે દિવસ પસાર થઈ ગયા છે. ત્યારે લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દિવસ રાત ફરજ બજાવતા કચ્છના છેવાડાના નારાયણસરોવર પોલીસ મથકના અધિકારી કર્મચારીઓનું પાન્ધ્રો હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પાન્ધ્રો ખાતે આવેલી જીએસઇસી-આરએલટીએસ હોસ્પિટલમાં ડોક્ટર ઓમરાજ વિજયસિંહ રાઠોડ દ્વારા તમામ નારાયણસરોવર પોલીસ સ્ટેશનના જવાનો અને પીએસઆઇ ઝાલા સહિતના અધિકારીઓની તપાસણી કરવામાં આવી હતી. પ્રેસર, થર્મલ સ્કેનીંગ સહિતની તપાસ કર્યા બાદ આરોગ્યને લગતા ડોકટર દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા.