ભૂજોડી ગામે નવચેતન અંધજન મંડળના દિવ્યાંગોને મેડીકલ કિટનું વિતરણ કરાયું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 25, 2020

ભૂજોડી ગામે નવચેતન અંધજન મંડળના દિવ્યાંગોને મેડીકલ કિટનું વિતરણ કરાયું

દિવ્યાંગ વ્યક્તિઓની કાળજી અને સલામતી માટે ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી માર્ગદર્શિકાના અમલીકરણ માટે તેમજ “The Right of Person With Disabilities Act-2016’ના સેકશન-8 પ્રમાણે કુદરતી આપત્તિ/મહામારીના સમયે દિવ્યાંગજનોને સલામતી તેમજ રક્ષણ મળી રહે તે માટે કલેક્ટર કચેરીના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવેલી છે જેના પગલે મામલતદાર સી.આર.પ્રજાપતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડીયાએ ભુજ તાલુકાના ભુજોડી નજીક આવેલી નવચેતન અંધજન મંડળના સ્ટાફ સાથે ચર્ચા કરીને આનુષંગિક સ્થિતિની માહિતી મેળવીને જરૂરી સૂચનાઓ આપી તથા તમામ વ્યવસ્થાઓની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં સમીક્ષા કરી હતી. દિવ્યાંગોને સલામતીની સાથે સર્જનાત્મક મનોરંજન મળી રહે તે રીતે રીક્રીએશનલ એક્ટિવિટીઝ હાથ ધરવા જણાવાયું હતું. દિવ્યાંગો અને સ્ટાફનું મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા માસ્ક, સેનેટાઇઝર્સ સહિતની મેડીકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.