અંજારના સગીરને કેન્સરની દવા લેવા અમદાવાદ પહોંચાડાયો, અધિકારીએ વાહનની વ્યવસ્થા કરાવી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 25, 2020

અંજારના સગીરને કેન્સરની દવા લેવા અમદાવાદ પહોંચાડાયો, અધિકારીએ વાહનની વ્યવસ્થા કરાવી

 અંજારમાં ગરીબ પરિવારના સગીરને કેન્સરની સારવાર માટે અમદાવાદ પહોંચવુ ખૂબ જ જરૂરી હતું પરંતુ ત્યાં જવા માટે પરવાનગી સાથે ખાનગી વાહનની વ્યવસ્થા કરવી પણ જરૂરી હોવાથી અંજારના પ્રાંત અધિકારી દ્વારા અમદાવાદ જવાની પરવાનગી આપવાની સાથે આવવા-જવા માટે વાહનની વ્યવસ્થા કરી દેવામાં આવતા સગીરાની કેન્સરની બીમારીની સારવાર શક્ય બની હતી.  આ અંગે મળતી વિગતો મુજબ અંજારના વિજયનગર કોલીવાસ ખાતે રહેતાં 16 વર્ષીય સંજય મનજીભાઇ કોલીને બ્લડ કેન્સરની બિમારી હોવાથી દવા લેવા માટે સિવિલ હોસ્પીટલ, અમદાવાદ ખાતે જવા પરવાનગી મેળવા અંજાર પ્રાંત કચેરીએ ગયો હતો. પરંતુ આ ગરીબ સગીરની પરિસ્થિતી ખુબ જ નાજુક હોવાથી તે પોતે પોતાનું વાહન લઇ અમદાવાદ દવા લેવા જઇ શકે તેવી સ્થિતિ ન હોવાનું પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશીને જાણ થતાં અમદાવાદ જવાની પરવાનગી આપવાની સાથે તાત્કાલિક સગીર અને તેના પિતાને વાહનની વ્યવસ્થા કરાવી આપી હતી. તેમજ અમદાવાદ સારવાર કરાવી પરત આવવાની વ્યવસ્થા પણ કરાવી આપી હતી.