અંજારમાં અનાવશ્યક દુકાનો ખુલતા પોલીસે કાર્યવાહી કરી, 4 વેપારીઓ સહિત 6 સામે ગુનો નોંધાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 25, 2020

અંજારમાં અનાવશ્યક દુકાનો ખુલતા પોલીસે કાર્યવાહી કરી, 4 વેપારીઓ સહિત 6 સામે ગુનો નોંધાયો

લોકડાઉનના સમયગાળામાં તા. 20/4થી અમુક વેપારીઓ, ઉધોગોને છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અંજારમાં દરરોજ સવારે પડતા જ કમાઈ લેવાની લાલચે જેમને છૂટછાટ નથી મળી અને જે આવશ્યક સેવામાં ન આવતા હોય તેવા લોકો પોતાની દુકાનો ધડાધડ ખોલી નાખે છે. પરિણામે સવારના ભાગે અંજારમાં લોકડાઉનનું સડેચોક ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. તેવામાં આજે અંજાર પોલીસ દ્વારા આવશ્યક સેવામાં ન આવતા હોય તેવા 4 વેપારી તેમજ છૂટછાટ મળેલા પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 પ્રોવિઝન સ્ટોરના સંચાલક અને 1 મેડિકલના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળના ગુન્હા નોંધવામાં આવ્યા હતા.આ અંગે અંજાર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ શહેરના સોરઠીયા નાકે 2 ઇલેક્ટ્રિકના દુકાનદારો, સવાસર નાકે હાર્ડવેરના દુકાનદાર તેમજ કળશ સર્કલ રોડ પર આવતા ફર્નિચરના દુકાનદાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુ કે ઈમરજન્સી સેવામાં ન આવતાહોવા છતાં પોતાની દુકાનો ખોલી હતી.ઉપરાંત ગંગાનાકે આવેલ પ્રોવિઝન સ્ટોર તેમજ કુંભાર ચોક જતા રસ્તા પર આવતી મેડીકલના સંચાલક દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનો પાલન કરવામાં ન આવતું હોવાથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળના ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા.