ભચાઉ હાઇવે રોડ પર ભચાઉ બાજુથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં બીડીના પેકેટો લઇને આવતો ધાણેટીનો યુવક પોલીસ પેટ્રોલીંગમાં રંગે હાથે ઝડપાઇ ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે ભચાઉ તરફથી આવતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ જી.જે.36 ટી 2300 નંબરવાળીને રોકીને તપાસ કરતાં તેમાં ધાણેટી ખાતે રહેતો રહીમ આમદ હજામ (ઉ.વ.36) બીડીઓના દસ પેકેટ કિંમત રૂપિયા 300 તથા એક હજારની કિંમતના એક મોબાઇલ સાથે ઝડપાઇ ગયો હતો. પધ્ધર પોલીસે આરોપી વિરૂધ જાહેર નામાના ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, April 25, 2020
New