હાલ વૈશ્વિક કોરોનાની મહામારી હોઇ દેશ વ્યાપી લોકડાઉન કરવામાં આવેલ છે ત્યારે કચ્છની પાલારા ખાસ જેલમાં રહેલા બદિવાનો તેમના પરિવારજનોની મુલાકાતથી વંચિત ન રહી જાય તે માટે કેદીઓપોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા ઇ-પ્રિઝન એપલીકેશન મારફતે વિડીયો કોન્ફરન્સથી કેદીઓને તેમના પરિવારજનો સાથે વાતચિત કરાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ પાલારા ખાસ જેલના જેલર ડી.એમ.ગોહિલે જણાવ્યું કે, પાલારા જેલમાં હાલે જે બંદીવાનો છે તેમને મળવા આવનાર પરિવારજનો કે મુલાકાતીઓ માટે તકેદારીના ભાગરૂપે મનાઈ ફરમાવવામાં આવી છે. કેદીઓ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે તે માટે જેલમાં ખાસ ઇ-પ્રિઝન એપલીકેશન મારફતે વીડિયો કોન્ફરન્સની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં વિડીયો કોન્ફરન્સથી મુલાકાતનો સમય સવારે નવથી બાર વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં કેદીના પરિવારજનોએ એપ્લીકેશન ડાઉનલોડ કરીને કેદીની સંપૂર્ણ વિગતો નાખી પરિવાજનો વાત કરી શકશે. તે ઉપરાંત જેલના કેદીઓની તબબી દ્વારા શારીરિક પણ કરવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ જેલ પ્રશાસન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
Saturday, April 25, 2020
New