પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કરપ્શનના આરોપો હેઠળ ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. અકમલ આગામી ત્રણ વર્ષ માટે કોઈપણ પ્રકારના ક્રિકેટમાં ભાગ લઈ શકશે નહિ. PCBના એન્ટી કરપ્શન યુનિટે તેની સામે બે અલગ-અલગ કેસ ફાઈલ કર્યા હતા. બંનેમાં આરોપ હતો કે અકમલે પાકિસ્તાન સુપર લીગની પાંચમી સીઝન વખતે બુકીઓ દ્વારા સ્પોટ-ફિક્સિંગ માટે એપ્રોચ કરાયા છતાં બોર્ડને જાણ કરી નહોતી.અકમલ 20 ફેબ્રુઆરીથી સસ્પેન્ડ હતો અને પોતાની ફ્રેન્ચાઇઝ કવેટા ગલેડીયેટર્સ માટે રમ્યો નહોતો. PCBના એન્ટી કરપ્શન યુનિટે આર્ટિકલ 2.4.4ના ભંગ બદલ તેના પર પ્રતિબંધ મુક્યો છે. અકમલને PCB દ્વારા ફટકારવામાં આવેલી શો-કોઝ નોટિસ પર 31 માર્ચ સુધીમાં જવાબ આપવાનો હતો. જોકે તેણે કોઈ પણ જવાબ ન આપીને પોતાની પર લાગેલા આરોપોને પડકાર ન આપવાનો નિર્ણય કર્યો હતો.
Tuesday, April 28, 2020
New