34 દિવસથી રાષ્ટ્ર કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે, જેમાં સૌથી વધુ સતર્ક રહીને ફરજ પર હોય તો ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફ, તો નિયમોનું પાલન કરાવવા પોલીસ પણ સતત રસ્તા પર કાર્યરત છે. તેવી જ રીતે ફિલ્ડમાં સમાચારો મેળવવા જોખમ વચ્ચે કામ કરતા કેમેરામેન અને પત્રકારો તેમજ સફાઈ કામદારનો આભાર માનતા સૂત્રો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે લખી માન્યો હતો. ભુજમાં પરિષદે જયુબિલી સર્કલ, વાણિયાવાડ નજીક સર્કલ તેમજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સામે ગાંધી સર્કલ પર ચિત્રકારો દ્વારા આ બધા કોરોના વોરિયર્સ ના ચિત્રો દોરી બિરદાવ્યા હતા.
Tuesday, April 28, 2020
New