ગાંધીધામ નગરપાલિકા દ્વારા લોકડાઉન વચ્ચે માસ્ક પહેરીને ન નિકળનારા વાહન ચાલકો પર તવાઇ લાવવામાં આવી રહી છે. ઓસ્લો સર્કલ સહિતના સ્થળો ઉપર પાલીકાની ટીમે ઉભા રહીને ફોર વ્હીલર, ટુ-વ્હીલર વાહન ચાલકો જેણે માસ્ક પહેર્યું ન હતું તેના પાસેથી રૂ.3,600 નો દંડ વસૂલ કર્યો હતો. 36 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાતની કામગીરી સાથે સાથેે આદિપુરની શાક માર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાં જપ્ત કર્યા હતા. નગરપાલિકા દ્વારા સરકારની સૂચના બાદ કોરોના સામે લોકોનું આરોગ્ય જળવાય તેવા પગલાં ભરવામાં આવ્યા હતા. સંકુલમાં સરકારી કચેરી, જાહેર માર્ગો, ખાંચા-ગલીઓમાં સેનેટાઇઝેશનની કામગીરી ચલાવવામાં આવી રહી છે હવે સાથે સાથે માસ્ક પહેરવું ફરજિયા પાલિકા દ્વારા આદિપુર ખાતે મુન્દ્રા સર્કલ પાસે આવેલ શાક માર્કેટ માંથી તેમજ અને શાકભાજીની છૂટક લારીઓ માંથી 32 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરવામાં આવેલ છે અને નગરપાલિકાના જુદા જુદા જાહેર રસ્તા અને ઓસ્લો સર્કલ પાસે માસ્ક પહેરેલા ન હોય તેવા 36 વ્યક્તિઓને દંડ ફટકારી રૂપિયા 3600 નો દંડ વસુલ કરાયો હતો. આ કામગીરીમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધુઆ,ગાયત્રીપ્રસાદ જોશી, મનોજ પવાણી, સુપરવાઇઝર સંજય વાળા, ઈશ્ચર ગઢવી તેમજ નગરપાલિકાના સફાઈ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.
Tuesday, April 28, 2020
New