સરકૂઇના ખેડૂતોએ ખેતરની તમામ શાકભાજી દાનમાં આપી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 28, 2020

સરકૂઇના ખેડૂતોએ ખેતરની તમામ શાકભાજી દાનમાં આપી

ગુજરાતમાં કહેવત છે કે પહેલો સગો પાડોશી આ કહેવતને સરકૂઈ ગામના સરપંચ તથા ગ્રામનજનોએ સાર્થક કરી અને પોતાના પોડાશી ગામ બડતલ ગામમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ મળતા, આફતમાં શાકભાજી તથા અનાજ કરિયાણાના મસાલાની મદદ પહોંચાડી હતી.માંડવી તાલુકાના બડતલ ગામે કોરોનાનો એક કેસ પોઝિટિવ નીકળતાં સામરી ફળિયાના તમામ ઘરોને કોરન્ટાઈન કરતાં ઘરની બહાર નીકળતી શકે એવા કોઈ સંજોગો ન હતાં. આ સ્થિતિમાં પાડોશી ગામ સરકૂઈના સરપંચ કમલેશભાઈ ચૌધરી તથા યુવા ટીમની પાડોશી ધર્મની ભાવના ખળભળી ઉઠે છે, અને સામરી ફળિયાના રહીશોને મદદરૂપ થવાનો નિર્ધાર કરે છે, અને યથાયોગ્ય આર્થિક સહયોગ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકૂઈ ગામનો મજૂરવર્ગ પણ આગળ આવે છે, અને મરી મસાલાના પાંચ- દશ રૂપિયાના તૈયાર પેકેટોની ખરીદી કરી બડતલ ગ્રામવાસીઓ માટે દાન કરે છે. રોજરોજ મજૂરી કામ કરી ભરણ પોષણ કરતી વ્યક્તિઓએ મહેકાવેલી માનવતાની સૌએ સરાહના કરી હતી. જ્યારે સરકૂઈ ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલી તમામ શાકભાજી પણ પાડોશીઓ માટે દાન કરી દીધી હતી. યુવા સરપંચ કમલેશભાઈ તથા તેમની યુવા ટીમની ભાવનાને ગ્રામજનોએ આવકરી બજાવેલા પાડોશી ધર્મ સમજા માટે પ્રેરણારૂપ બની રહેશે. ગ્રામજનોની જાગૃતિ અને ભગવાનની કૃપાથી ગામ આખુ સુરક્ષિત છે. ભગવાને અમને બચાવ્યા છે તો અમે કોઈના માટે ઉપયોગી થઈએ. યથા શક્તિ મદદ કરી છે અને હજી પણ જરૂરિયાત હોય તો મદદ કરવાની ખાતરી આપી છે. > કમલેશભાઈ ચૌધરી, સરપંચ, ગ્રામ પંચાયત, સરકુઈ