રમજાન માસમાં ફ્રુટની ખપત વધી જાય છે ત્યારે રીટેલ વેપારીઓ ભાવ વધારે લેતા હોવાનું ધ્યાને આવતા છેલ્લા ચારેક વર્ષથી યુવાનો દ્વારા ચાર સ્થળોએ ન નફો ન નુકસાનના ધોરણે ફ્રુટનું વેચાણ કરતા હોય છે. આ વર્ષે પણ લોકડાઉન હોતા લોકો કાળાબજારીનું ભોગ ન બને તે માટે શરતોના પાલન સાથે વેચાણ કરાઇ રહ્યું છે. છેલ્લા ચારેક વર્ષથી રમજાન માસમાં ભુજના ભીડ ચોકી, કેમ્પ ચાવડી અને મોટા પીર ચાર રસ્તા પાસે જથ્થાબંધ ભાવે ફ્રુટ ખરીદી કરીને પડતર ભાવે જ લોકોને છુટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન હોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુની છુટ અપાઇ છે પણ તેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર સહિતની શરતો રાખવામાં આવી છે ત્યારે ફ્રુટ સ્ટોલ પર નવા કાયદાની શરતોના પાલન સાથે લોકોને ફ્રુટ વેચાણ કરાઇ રહ્યું છે. આયોજકમાં અબ્દુલહમીદ સમા, નોફીલ થેબા, હાજી જુમા સહિતના અનેક યુવાનો ત્રણ સ્ટોલ પર લોકો કાળાબજારીનો ભોગ ન બને તે માટે ફ્રુટનું વેચાણ કરી રહ્યા છે.
Tuesday, April 28, 2020
New