લોકડાઉનની અમલવારી કરવા માટે પોલીસ જિલ્લામાં વિવિધ કેસો કરવાની સાથે લોકોને પકડી રહી છે. પરંતુ સોમવારે તો તેમાં હદ થઇ હતી. નખત્રાણા દેના બરોડા બેન્ક પાસે ખાતેદારોની લાઇનો લાગતા પોલીસે બ્રાન્ચ મેનેજર સામે જ જાહેરનામા ભંગનો ગુનો નોંધતા ચકચાર ફેલાઇ હતી. તો પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયાં છે.સોમવારે બેંક બહાર લાંબી લાઇનો લાગી હતી. લોકોની ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવતા નખત્રાણા પીએસઆઈ ગેહલોત દ્વારા બ્રાન્ચ મેનેજર રંજનકુમાર પાસવાન સામે જાહરેનામા ભંગનો કલમ 188 મુજબ ગુન્હો નોંધી નોટિસ ફટકારી હતી. આ બાબતે બેંકના મેનેજરને પૂછતાં તેમને જણાવ્યુ કે સોમવાર હોવાથી ખાતેદારોની અવર જવર વધુ રહે છે. અને માથે સરકાર દ્વારા ખાતામાં રૂા.એક હજાર નાખવામા આવ્યા છે.તે ઉપાડવા પણ લોકો વધુ આવ્યા હતાં. બેન્કની બહાર જો લોકો એકત્ર થાય તો ત્યાં તો પોલીસ બંદોબસ્ત હતું. તો ખરેખર તો પોલીસ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવી શકી નહી. તેથી ખરેખર તો તેઓ પર પણણ કેસ કરવો જોઈએ. કાયદાનો ભંગ થયો છે તે બેંક પરિસરની બહાર થયો છે, ત્યાં પોલોસ કર્મચારીઓ હાજર હતાં. તો બીજીબાજુ પીએસઆઇ એ.એમ.ગેહલોતે જણાવ્યું હતું કે, બેંક દ્વારા ભીડ ન થાય તે માટે યોગ્ય સિસ્ટમ બનાવી ન હતી. ટોકન સિસ્ટમ કે ફોન દ્વારા ગ્રાહકોને જાણ કરી હોત તો આટલી ભીડ ન થાત. બેલેન્સ ચેક કરવા પણ લોકો આવ્યા હતાં. બેંકને અગાઉ સુચના આપી હતી તેમ છતાં તે અંગે પાલન કરાયું ન હતું
Tuesday, April 28, 2020
New