રણમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો, મે-જૂનમાં 48 ડિગ્રી પહોંચશે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 28, 2020

રણમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો, મે-જૂનમાં 48 ડિગ્રી પહોંચશે

ઉનાળે ઉજ્જડ થતા સ્વાગત કરતા યજમાન જેવા અેક વયક્ત વૈરાગ બાગ જેમાં કોઇ અંધજન લાકડી વિના માઇલો સુધી ચાલ્યા જ કરે તોય મંઝીલ મળે નહીં એવી સપાટ અનોખી ભોમકા અેટલે વેરાન રણ. અેકવાર અનુભવ કર્યે જ ખબર પડે કે રાત્રે તો ઠીક પરંતુ અહીં તો દિવસેય ભૂલા પડી જવાય ? વાહન હોય તો બળતણ અને માનવીને શ્વાસ ચાલે ત્યાં સુધી મંઝીલ મળે નહીં અેવા વેરાન રણમાં ગરમી પડવાની શરૂઆત થતાંની સાથે જ જમીન ફાટવા લાગી છે. હાલ આ વેરાન રણમાં ગરમીનો પારો 45 ડીગ્રી છે. જે આવનારા દિવસોમાં મે-જૂનમાં વધીને 48 ડીગ્રીને પણ આંબી જશે.