કચ્છ યુનિવર્સિટી અને આદિપુરની કોલેજમાં પ્રથમ તબક્કાની લેવાયેલી પરીક્ષાના પેપર ચકાસણીનો ધમધમાટ 20મી તારીખે શરૂ થયો હતો. અમુક પેપરો ચકાસણી થઇ ગયા હોવાથી યુનિ. આજથી રીજલ્ટ બહાર પાડે તેવી સંભાવનાઓ છે. તો પેપર ચકાસણી હજુ દસેક દિવસ ચાલશે. લોકડાઉન જાહેર થતા શૈક્ષણિક સંકુલ પર બ્રેક લાગી હતી, શાળા-કોલેજ બંધ રાખવાના આદેશ બાદ કચ્છ યુનિવર્સિટી દ્વારા લોકડાઉન પૂર્વે લેવાયેલી પ્રથમ તબક્કાના પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી શરૂ કરાઇ હતી. શિક્ષણ વિભાગ તરફથી મળેલી સુચનાઓને ધ્યાને લઇ યુનિવર્સિટી અને આદીપુરની કોલેજ એમ બે કેન્દ્ર ખાતે પ્રાધ્યાપકોએ પેપર ચકાસણી 20મી તારીખે શરૂ કરી હતી. આ અંગે કચ્છ યુનિવર્સિટીના ડો. તેજલ શેઠ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, યુનિવર્સિટીમાં 17 પ્રાદ્યાપકો દ્વારા પેપર ચકાસણીની કામગીરી ચાલી રહી છે જે હજુ દસેક દિવસ ચાલશે, તો અમુક વિષયોના પેપર ચકાસણી સંપુર્ણપણે થઇ ગયા છે તેમના પરીણામો આજથી જાહેર કરવાની તૈયારી યુનિવર્સિટીએ આરંભી લીધી છે. બુધવારથી યુનિવર્સિટી દ્વારા અમુક વિષયોના પરીણામ જાહેર થતા આવશે તેવુ તેમણે ઉમેર્યું હતું. તો પેપર ચકાસણી દસથી બાર દિવસ ચાલ્યા બાદ બાકીના રીઝલ્ટો પછી જાહેર થવાની સંભાવનાઓ છે. લોકડાઉનને લીધે શૈક્ષણીક કામગીરી બંધ થઇ ગઇ છે ત્યારે લોકડાઉન ખુલતાની સાથે જ બીજા તબક્કાની બાકી રહી ગયેલી પરીક્ષાઓ લેવાશે તેવો સુર પણ વ્યકત થયો હતો.
Wednesday, April 29, 2020
New
