કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અગ્રણી દેશો કોવીડ-૧૯ની રસી શોધવામાં વ્યસ્ત છે. એક દિવસ સફળતા મળશે. પરંતુ, વર્તમાન સંજોગોમાં જે રસી ઉપલબ્ધ છે અને જેને કારણે દર વર્ષે કરોડો લોકોના જીવ બચે છે એ રસીથી બાળકો વંચિત રહી ન જાય તે જોવાનો અનુરોધ વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી નિમિતે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડીન તથા પ્રાધ્યાપકોએ કર્યો છે.દર વર્ષે એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. ગુરુદાસ ખીલનાનીએ જણાવ્યું હતું કે, રસીકરણ ખરા અર્થમાં પૂર આવે તે પહેલા પાળ બાંધવા જેવું કામ છે. રોગ શરીરમાં પ્રવેશે તે પહેલા શરીરને જીવલેણ બીમારી સામે લડવા તૈયાર કરવામાં આવે છે. પુખ્તવયના લોકો જેમાં રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થઇ ગઈ હોય તેમના માટે રસીકરણ આશીર્વાદનું કામ કરે છે. એક સર્વે મુજબ વિશ્વમાં આજે પણ બે કરોડ બાળકો રસીકરણથી વંચિત રહી જાય છે. ત્યારે કચ્છમાં એક પણ બાળક રસી વિનાનું ન રહે તેવો અનુરોધ વાલીઓને કર્યો હતો. રસીકરણ દ્વારા ટીબી,પોલીયો, હેપેટાઈટસ-બી, ઘટસર્પ, ઉંટાટીયુ, ધનુર, મગજના ઝેરી તાવ, ઓરી, નુરબીબી, અને રોટાવાયરસથી ઝાડા સામે રક્ષણ આપવામાં આવે છે. ૦થી ૫ વર્ષના બાળકો અને માતાઓ માટે રસીકરણ થાય છે આ ઉપરાંત બજારમાં મળતી હીપેટાઈટસ-એ, ન્યુયોકોક્લ ન્યુમોનિયા, મેનીન્જાઈટીસ, સ્વાઈન ફ્લુ, ટાઈફોઈડ, યેલો ફીવર, હડકવા તેમજ પેપીલોમાં કેન્સરની રસી રોગના રોકથામ માટે ઉપયોગી છે. જનરલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં રૂમ નં. 14માં રસીકરણ વિભાગ ચાલે છેજેમાં 0થી 5 વર્ષના બાળકો તથા સગર્ભા માતાઓનું નિઉશુલ્ક રસીકરણ થાય છે. ઉપરાંત જીલ્લાના પ્રાથમિક – સામુહિક કેન્દ્ર, સરકારી દવાખાનાઓ અને આંગણવાડીમાં નિયત દિવસે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સગર્ભા માતા, નવજાત શિશુ, બાળકો માટે ૧૪ જેટલી રસી મુકવામાં આવે છે.
Wednesday, April 29, 2020
New