કોરોના વાયરસની મહામારીનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે, ત્યારે ભારત સરકાર તેની લડત લડી ન્યુનત્તમ મૃત્યુ થાય તેવી કોશિશ કરી રહ્યું છે. લોકોને ઘરમાં બેસી સહકાર આપવા પોલીસ સતત રસ્તા પર ફરજ બજાવે છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ ની એક વિંગ નેશનલ કેડેટ કોર પણ હવે જોડાઈ છે. સોમવારે સવારથી જ ભુજના દરેક ચેકીંગ પોઇન્ટ પર કેડેટ ઊભા રાખ્યા હતા. માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને ફરજ બજાવતા કેડેટના વાલીઓ પણ અભિનંદનને પાત્ર છે કે જેઓ આ સમયે દેશ સેવા માટે બહાર જવાની પરવાનગી આપી છે.5 - નેવી યુનિટ ના સિનિયર કેડેટ સેવા બજાવે છે તેમની સાથે કમાંડર ઓફિસર નિલેશ પોર્ટ, સી.આઇ. કમલ જયસ્વાલ તેમજ એન. એન. ઓ. તુષાર ગઢીયા ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે છે. ભુજના સુબેદાર મેજર ઇસ્માઇલ ખાન પણ સાથે જોડાયા છે. લોક ડાઉન માં કડક અમલવારી માટે પોલીસના સહકારમાં જોડાવા બદલ ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
Tuesday, April 14, 2020
New