કોવિડ-૧૯ મહામારી અટકાવવા ચાલી રહેલા દેશ વ્યાપી લોકડાઉન સમયે જ આદિપુરમાં રહેતા ગીતાબેન કેવલરામાનીને પોતાની માતા પુષ્પાબેનની ગંભીર બિમારી માટે એક દવા જે અહીં ક્યાંય મળતી ન હોઇ ગીતાબેને આ બાબતે પુર્વ કચ્છ એસપી અને મામલતદારને સોશિયલ મીડિયા મારફત આ દવા તાત્કાલિક પહોંચાડવા મદદ માગી હતી. જેમાં પુર્વ કચ્છ એસપી પરિક્ષિતા રાઠોડે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના એડીજીપી નો સંપર્ક સાધી અમદાવાદથી આ અતિ જરૂરી દવા મગાવી એસઓજી પીઆઇ વી.પી.જાડેજા, આઇબીના મુકેશ સુથાર અને મામલતદાર હિરવાણીયાએ ગીતાબેનના ઘર સુધી પહોંચાડી હતી.તો આદિપુર મહિલા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી રહેલા કિંજલબા ઝાલાએ અને વુમન હેડકોન્સટેબલ નેહલબેન ચાંપાનેરીએ આદિપુર રહેતા સિનિયર સિટિઝન હરેશભાઇ સિંધીનો ફોન આવતાં દવા અંજારથી લઇ તેમના ઘરે પહોંચાડી મદદરૂપ બન્યા હતા .
Tuesday, April 14, 2020
New