યાત્રાધામ માતાનામઢથી અંદાજે બે કિમી દૂર રવાપર હાઇવે માર્ગ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ભુજથી દયાપર પુરવઠા વિભાગનું અનાજ ભરીને આવતી ટ્રક નં. જીજે 12 એવી 7522 મઢ નજીક પુલ નીચે ખાબકી હતી. જેમાં ચાલકને હાથ તેમજ પગમાં ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ દયાપર પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. ટ્રમાં 24 ટન જેટલો ઘઉં તેમજ ચોખા ભરેલો હતો. જે વેરવિખેર થઇ ગયો હતો.
Tuesday, April 14, 2020
New