અંજારના સતાપર સ્થિત વાડીમાં આગ, ભચાઉમાં કચરાનો ઢગલો અગમ્ય કારણોસર સળગી ઉઠ્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 14, 2020

અંજારના સતાપર સ્થિત વાડીમાં આગ, ભચાઉમાં કચરાનો ઢગલો અગમ્ય કારણોસર સળગી ઉઠ્યો

અંજાર તાલુકાના સતાપર ગામમાં આવેલી વાડીમાં આજે અચાનક આગ લાગી ગઈ હતી. જે સંદર્ભે અંજાર નગરપાલિકા હસ્તકનું ફાયર ફાઇટર તાત્કાલિક ધોરણે પહોંચી આવતા આગે વધુ ફેલાય તે પહેલાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી નુકશાની થતા બચી ગઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ સતાપરથી લાખાપર જતા રોડ પર આવેલી સામતભાઈ કરશનભાઇ માતાની વાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. જે આગ આજુબાજુની વાડીમાં પણ ફેલાઈ ગઈ હતી. પરંતુ અંજાર નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ધોરણે પહોંચી આવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને ખેડૂતોને મોટી નુકશાની આવતા બચી ગઈ હતી.ભચાઉના જલારામ સોસાયટીની સામેના ખૂલા વરડામાં રહેલો કચરો અગમ્ય કારણોસર સળગી ઉઠ્યો હતો. આ આગને નજીકના લોકોએ તેમજ ભચાઉ પી.એસ.આઈ. વાઘેલા અને પોલીસ ટીમે પણ પાણીની બાલદી ભરીને આગ ઓલવી હતી. આ બનાવની જાણ થતાં જ ભચાઉ પાલિકાના એસ.ડી. ઝાલા અને તેમની ટીમ પણ આગ ઓલવવા જોડાઈ હતી.