નખત્રાણાના કોટડા(જ) ખાતે લોકડાઉનનો ભંગ કરતા કેટલાક તોફાની તત્વો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.કે.રાઠોડ, પી.એસ.આઈ. એ.એમ. ગેહલોત, હેડ કોન્સ્ટેબલ સોલંકી તેમજ કાનાભાઈ રબારી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.સરકાર દ્વારા લોક ડાઉનને લઇને લોકોના જનધન ખાતામાં નિયત મર્યાદામાં સહાય પેટે રૂપિયા જમા કરવામાં અાવ્યા છે. અબડાસા તાલુકાના કોઠારામાં જનધન ખાતા અન્વયેની રકમ ઉપાડવા માટે દેના બેંકની બહાર સામાજિક અંતર સાથે લાઇનો લાગી હતી.
Tuesday, April 14, 2020
New