ભચાઉમાં DDO દ્વારા કોરોના અંગે કામગીરીની સમીક્ષા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 14, 2020

ભચાઉમાં DDO દ્વારા કોરોના અંગે કામગીરીની સમીક્ષા

ચાઉમાં અંધજન મંડળ હોલ ખાતે ભચાઉ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, ડો.સુરજ કુરિયા, સ્ટેટ કન્સલ્ટન્ટ, સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર દ્વારા યોજાયેલા વર્કશોપમાં ભચાઉ તાલુકાના મેડીકલ ઓફિસર, સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પજ હેલ્થ વર્કર, પેરામેડીકલ સ્ટાફને તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા કોરોના અંગેની  સારવારમાં લેવાના થતા સાવચેતીના પગલાં, ક્વોરોન્ટાઈન થયેલ વ્યક્તિઓની સંભાળતથા પેશન્ટની સારવાર બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.કોવીડ-19ની કામગીરી તથા ભવિષ્યના આયોજનની સમિક્ષા કરાઇ હતી. ભચાઉ આરોગ્ય કર્મચારીઓ દ્રારા અત્યાર સુધી કરવામાં આવેલ હોમ ક્વોરેન્ટાઈન, સુરજબારી ચેક પોસ્ટ પર સતત 24 કલાક આવતા લોકોનું સ્કેનીંગ કામગીરીને બિરદાવી જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ટીમને અભિનંદન આપ્યા હતા. આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ, TDO એમ.એસ.જાખણીયા, અંધજન મંડળના મંત્રી વનરાજસિહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.