કોરોના વાઇરસ કોવીડ-19 સંક્રમણની લડાઈમાં રાજ્ય સરકારે વિશેષ અધિકાર આપીને જીલ્લા કલેક્ટરો દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોના માટેની ખાસ હોસ્પિટલ બનાવવાનું આયોજન કરેલ છે.જેની અગમચેતીરૂપે મુન્દ્રાની એલાયન્સ હોસ્પિટલ અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.જેની આજે સમાજીક અને શૈક્ષણીક પછાત વર્ગના કલ્યાણમંત્રી વાસણભાઇ આહીરે મુલાકાત લઇ જાત સમીક્ષા કરી હતી.સરકાર અને આરોગ્ય તંત્રની વિશેષ કાળજીથી તૈયાર આ હોસ્પિટલમાં 91 આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે.. તેમજ સામાન્ય દર્દીઓ માટે પણ તમામ તબીબી સેવાઓ જારી રાખવામાં આવી હોવાનું હોસ્પિટલના મેનેજર સાગર શુક્લાએ જણાવ્યું હતું .મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી ચૌધરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી રાજુભા જાડેજા નાયબ મામલતદાર યશોધર જોશી સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિતના રાજકીય આગેવનો ઉપસ્થિત રહ્યા હતા.
Tuesday, April 14, 2020
New