મિંદિયાળામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે મારામારી : બે યુવાનો ઘાયલ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 14, 2020

મિંદિયાળામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે મારામારી : બે યુવાનો ઘાયલ

જાર તાલુકાના મિંદિયાળા ગામે ગેરકાયદેસર બાંધકામ બાબતે સામસામે મારામારી થતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મિંદિયાળા ગામે રહેતા મગન લાખા રબારીની ફેઈયાને ટાંકીને મળતી માહિતી મુજબ ગઈ કાલે મિંદિયાળા ગામે ફરિયાદીની માલિકીના પ્લોટની બાજુમાં આવેલ સાર્વજનિક પ્લોટ પર ફરિયાદીએ સતીબેનની દેરી બનાવેલ છે. જે દબાણ શા માટે કરેલ છે તેવું કહી દેવાભાઈ ઉર્ફે બાબુભાઇ પાચાણભાઈ રબારીએ ફરિયાદીને ડાબા હાથમાં ધોકો માર્યો હતો અને આરોપી ગોવાભાઈ આંબાભાઈ રબારીએ ફરિયાદીના પિતા સાથે મારામારી કરી હતી. જે બાબતેેની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. તો સામાપક્ષે દેવા પચાણ રબારીએ ફરિયાદ લખાવી હતી કે તેમના ઘરે જવાના રસ્તા પર લાખાભાઈ ગોવિંદ રબારીએ દીવાલ બનાવી નાખતા ફરિયાદીએ દબાણ કરવાની ના કહેતા આરોપી લાખાભાઈ, મગન લાખા રબારી, દેવલબેન લાખા રબારી તથા બાઈયાબેન મગન રબારીએ ભેગા થઈ લોખંડના પાઇપ તથા ધારીયા વડે હુમલો કરી માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા ફરિયાદ કરવામાં આવી હતી. આ બંને ફરિયાદ અનુસંધાને નજર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મકાનના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સામસામે મારામારી થઈ હતી. જેમાં મિંદિયાળા ગામમાં રહેતા 24 વર્ષીય મગન લાખા રબારીને ડાબા હાથે ઇજા થઇ હતી તો સામે પક્ષે મિંદિયાળા ગામમાં જ રહેતા 38 વર્ષીય દેવા પચાણ રબારીને માથાના ભાગે ઇજા થઇ હતી. જે બંનેને વધુ સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ બાબતે આ લખાય છે ત્યાં સુધી અંજાર પોલીસ મથકે વિધિવત ફરિયાદ દાખલ ન થઈ હોવાથી વધુ વિગતો જાણી શકાઇ ન હતી.