રાપરમાં યુવાનનું ગળું વેતરી હત્યા કરનારો પકડાઇ ગયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 14, 2020

રાપરમાં યુવાનનું ગળું વેતરી હત્યા કરનારો પકડાઇ ગયો

સુખડધાર વિસ્તારમાં યુવાનનું ગળું વેતરી હત્યા કરનાર વિરૂધ્ધ મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવી તેના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને રાપરના સીમાડા પરથી દબોચી લીધો હતો. રવિવારે આઠ વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં 25 વર્ષીય કાનજી ભચુભાઇ રાઠોડને ગળામાં છરી મારી હત્યા કરનાર હિતેષ દજાભાઇ ગોહિલ વિરૂધ્ધ મૃતકના ભાઇ અમરશી ભચુભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાપર પોલીસ મથકની ટીમ પીઆઇ આર.એમ.વસાવા સહિતની ટીમે હત્યા કરનાર આરોપી હિતેષને રાપરના સીમાડામાં આથમણા નાકા પાસે આવેલી મસ્જિદ પાસેથી તેને દબોચી લીધો હતો. હત્યા કરીને આરોપી હિતેષ દજા ગોહિલ આખી રાત કુલકું નદી પાસે સંતાઇને પડ્યો રહ્યો હતો.  મૃતકના ભાઇ અમરશીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ હિતેષની બેન સાથે મૃતક કાનજીનેુ પ્રેમ સબંધ હોવાનું મનદુઃખ હતું અને બે વર્ષ પહેલાં પણ આ બાબતે હિતેષ કાનજી સાથે ઝઘડો કરવા આવ્યો હતો પરંતુ તે સમયે ઘર મેળે સમાધાન થઇ ગયું હતું.