નખત્રાણા તાલુકામાં આવેલા જારજોક ગામે શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે મોટાભાઇએ નાના ભાઇને કામ ધંધો કરતો ન હોવાથી ઠપકો આપતા તેનો મનદુ:ખ રાખી પોતાના બે મિત્રો સાથે મળી માથાના ભાગે કુહાડીનો ઘા મારી મોટાભાઇની હત્યા કરી હતી, જેમાં સોમવારે એલસીબી અને નખત્રાણા પોલીસે મુખ્ય સુત્રધાર મહિપતસિંહને ઉપાડી લીધો હતો. તો તેની સાથેના બે સાગરીતોને રવિવારે નખત્રાણા પોલીસે પકડયો હતો. નખત્રાણા તાલુકાના જારજોક ગામે શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે બનાવ બન્યો હતો.ગજુભા નટુભા જાડેજા (ઉ.વ. 36)ને પોતાના સગા નાના ભાઇ મહીપતસિંહ નટુભા જાડેજાએ માથામાં કુહાડી મારી હત્યા નીપજાવી હતી. જેની સાથે બે સાગરીતો પણ હતા. રવિવારે નખત્રાણા પોલીસે હત્યામાં સંડોવાયેલા વિનોદ માવજી કોલી અને કરશન માવજી કોલીને દબોચી લીધા હતા. તો મુખ્ય સુત્રધાર મહિપતસિંહ જાડેજાને સોમવારે એલસીબી અને નખત્રાણા પોલીસની ટીમે સાથે મળીને ઉપાડી લીધો હતો. મોટાભાઇએ કાઇ કામ ધંધો કરવા મુદ્દે ઠપકો આપ્યાનું મનદ હતો. ઠપકો આપ્યાનું મનદુ:ખ રાખી હત્યા કરી હતી.