25મી માર્ચના રોજ જાહેર થયેલ વિશ્વના સૌથી મોટા લોકડાઉનને આગળ લંબાવવો કે કોઈ છૂટછાટ આપવાની કે નહીં તે અંગે ચારે બાજુ અલગ અલગ વાયો અફવાઓ સાંભળવા મળી રહી છે અને લોકડાઉન લંબાવાય તો વધુ કેટલા દિવસ માટે ભારત દેશને બંધ રાખવાની જરૂર છે તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે.જો કે આ મંગળવારે 14 એપ્રિલે સવારે 10 વાગે સુધીમાં સમગ્ર ચર્ચા પર સાચી વાત સામે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 14મી એપ્રિલે સવારના 10 વાગે દેશને સંબોધન કરશે. કોરોના વાયરસ સામે લડવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉન કેટલું અને કઈ રીતે લંબાવવું તે અંગે પી.એમ. નરેન્દ્ર મોદી સ્પષ્ટતા કરી શકે છે. છેલ્લા બે દિવસથી વડાપ્રધાન આ મુદ્દે હાઈ લેવલની મીટિંગ કરી રહ્યાં છે અને બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીઓ સાથે શનિવારે બપોરે એક મોટી મંત્રણા કરીને સાંજે દેશના અન્ન-પુરવઠા અને સ્વાસ્થયની સ્થિતિનો તાગ મેળવીને મંગળવારે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે. આ સિવાય પી.એમ. નરેન્દ્ર મોદી દેશના ગરીબ લોકો માટે પણ કઈંક જાહેરાત કરે તેવી માંગ ઉઠવા પામી છે. હવે મંગળવારના સવારે 10 વાગે નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે.
Monday, April 13, 2020
New

