લૉકડાઉનની સમયસીમા 14 એપ્રિલે સમાપ્ત થનાર છે, પરંતુ જે ગતિએ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, તેનાથી સરકાર લૉકડાઉન વધારે તેવી ઉમ્મીદ છે. પીએણ સાથેની બેઠક દરમિયાન મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવાની ભલામણ કરી. કેટલાય રાજ્યોએ કેન્દ્ર સરકારના ફેસલા પહેલા જ પોતપોતાના રાજ્યોમાં લૉકડાઉનની સમયસીમા વધારી દીધી છે. જ્યારે હવે બધાની નજર કેન્દ્ર સરકારના ફેસલા પર ટકી છે.ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગે લૉકડાઉનના ફેજ 2ને લઈ ગૃહમંત્રાલયને પોતાના મંતવ્યો જણાવ્યા છે. પોતાના મંતવ્યોમાં કેટલાક સેક્ટર્સને રાહત આપવાની અને ત્યાં કામકાજ ચાલુ રાખવાની ભલામણ કરી છે. ઉદ્યોગ વિભાગે હેવી ઈલેક્ટ્રિકલ્સ અને દૂરસંચાર ઉપકરણ જેવા સેક્ટરને સીમિત સ્તરે કામ કરવાની મંજૂરી આપવામાં આવે. ઉદ્યોગ વિભાગ તરફથી ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને પત્ર લખી મંતવ્ય જણાવવામાં આવ્યા છે, જેમાં આર્થિક સ્થિતિમાં સુધારો અને લોકોને રોકડની જરૂરત હોવાનું જણાવ્યું. પત્રમાં કેન્દ્ર સરકારને ભલામણ કરવામા આવી કે તેઓ સુરક્ષાત્મક ઉપાયોની સાથે કેટલાક સેક્ટર્સને કામ કરવાની મંજૂરી આપે, જેથી દેશની આર્થિક સ્થિતિની સાથોસાથ લોકોના હાથમાં રોકડ પહોંચાડી શકે. જો કે ગૃહમંત્રાલયે હજી ડીપીઆઈઆઈટીના આ પત્રનો જવાબ આપ્યો નથી.ઉદ્યોગ વિભાગે ઑપ્ટિક ફાઈબર કેબલ, કમ્પ્રેસર એન્ડ કંડેનસર એકમો, સ્ટીલ અને ફેરસ એલૉય મિલ, પાવરલૂમ, ગુલ્દી અને પેપર યૂનિટ, ઉર્વરક, પેંટ, પ્લાસ્ટિક, વાહન એકમ, રત્ન અને આભૂષણ અને સેજને ખોલવાની મંજૂરી આપવાની અપીલ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર કંપનીઓ અને ફેક્ટરીઓમાં કામ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે. અહીં તેમને ટાઉનશિપમાં ઝૉનમાં વહેંચવામાં આવી શકે છે, જ્યાં મજૂરો માટે રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
Monday, April 13, 2020
New
