અમદાવાદમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા બે શખ્સના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. શહેરના ઓઢવ અને મણિનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં આ બન્ને શખ્સ કામ કરતા હતા. જેમાથી એક મેડિકલ સ્ટોરના માલિકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.કોરોના વાયરસનો કહેર અમદાવાદ અને વડોદરામાં વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં 282 કુલ કેસ થયા છે. જેમાં આજે 16 નવા કેસ ઉમેરાયા હતા, અમદાવાદમાં જોઈએ તો, મોટેરા, મણિનગર, દાણીલીમડા, નરોડા , ઈસનપુર, રાયખડ, ઓઢવ વિસ્તારમાં કોરોના ના કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વડોદરામાં આજે 6 નવા કેસ આવ્યા છે, જ્યાં હવે કેસની સંખ્યા 101 થઈ ગઈ છે.અમદાવાદ શહેરમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે બીજા 23 કેસ નોંધાતા શહેરમાં કુલ 263 કેસ થયા છે. જે 23 કેસ સામે આવ્યા છે તેમાં (corona) મધ્યમાં ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 9, પશ્ચિમ 6, પૂર્વ ઝોનમાં 1નો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં એક મોત થયું છે અને આજ કારણે અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક 11 ઉપર પહોંચ્યો છે, શહેરમાં (corona) ડિસચાર્જ કરેલા દર્દીઓની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં ત્રણ અને એસ વી પી હોસ્પિટલમાં 7 એમ કુલ 10 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.મધ્ય ઝોનમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલી ચેકપોસ્ટ પર છેલ્લા ૨૪ કલાકમાં 24007 લોકોનુ તપાસવામાં આવી છે જેમાંથી 56 શંકાસ્પદ વ્યક્તિઓ ને રીફર કરવામાં આવ્યા છે વધુ ને વધુ કેસો શોધી શકાય તે માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ૭૪૮ ટીમો દ્વારા 1133 29 ઘરો નો સર્વે કરીને 628 સેમ્પલ લેવામાં આવ્યા છે.બીજી તરફ મધ્ય ઝોનનો કોટ વિસ્તાર જ દર્દીના આંકડામાં ૧૦૦ને ટચ કરી ગયો છે. દરિયાપુર અને કાળુપુર બરાબરના ઘેરાઈ ગયા છે જેની સ્પર્ધા દાણીલીમડાનો ગીચ વિસ્તાર કરી રહ્યો છે. દિલ્હીની તબલિકી જમાતની મરકઝમાં હાજરી આપીને આવેલાઓ અને જમાતના ધર્મપ્રચારાર્થે આવેલા ૩૦૦ જેટલા જુદા જુદા ગુ્રપના જમ્મુ કાશ્મીર, તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાનના નાગરિકોના સંપર્કમાં આવેલા લોકોએ તેમના ગીચ વિસ્તારમાં ફેલાવા માટે કોરોનાને રાજમાર્ગ તૈયાર કરી આપ્યો.ઉપરાંત સૌથી આશ્ચર્ય અને આંચકાજનક બાબત તો એ છે કે સર્વેક્ષણ, ક્લસ્ટર ક્વોરેન્ટાઇન, સેમ્પલ લેવાના વિરોધથી લઈને તે ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ નહીં થવાની જીદ્દના કારણે વાતાવરણ વધુ બગડયું છે. હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા બાદ પણ કેટલાક સેમ્પલના ટેસ્ટિંગ સામે અવિશ્વાસ વ્યક્ત કરી પોતાને ખોટી રીતે દાખલ કરાયા હોવાના વિડિયો વાયરલ કરી રહ્યા છે.જ્યારે અન્ય વિસ્તારોના નાગરિકો પણ સોશ્યલ ડિસ્ટન્ટ જાળવતા નહીં હોવાથી સંક્રમણનો ખતરો ઉભો થાય છે. બોડકદેવના શૈલેષભાઈ ધુ્રવના દુઃખદ અવસાન બાદ તેમના પુત્ર, પત્ની, અન્ય બે સંબંધી મહિલાઓને ચેપ લાગ્યાનું જણાયું હતું. સફી મંઝીલમાં એક જ દર્દીએ સંખ્યાબંધને ચેપ લગાડયો છે. અમદાવાદનો દેશના ૧૦ 'હોટ-સ્પોટ'માં સમાવેશ થયો ત્યારથી જ જાગવાની જરૂર હતી. લોકડાઉનનો કડક અમલ ૧૦- ૧૨ દિવસ પછી શરૂ થયો હતો. હોટસ્પોટ, હાઇ રિસ્ક એરિયા, લૉકડાઉન, બફર ઝોન વગેરેની જાહેરાત બાદ તે દિશામાં કડકાઈથી ધ્યાન અપાય તો જ તે સાર્થક નિવડે. મ્યુનિ. તંત્ર, પોલીસ, હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે છે, તેમની મહેનત તો જ યોગ્ય પુરવાર થાય જો નાગરિકો પણ કડક શિસ્તનંન પાલન કરે. આજના ૪૬ દર્દીઓમાં ૩૪ પુરુષ અને ૧૨ સ્ત્રીઓનો સમાવેશ થવા જાય છે. રાજ્યના કુલ દર્દીઓની સરખામણીએ અમદાવાદના ૫૦ ટકાથી પણ વધી જાય છે.
Monday, April 13, 2020
New
