કચ્છના જખૌ પાસે પાકિસ્તાન મરીનનું ફાયરીંગ : બોટનું અપહરણ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, April 13, 2020

કચ્છના જખૌ પાસે પાકિસ્તાન મરીનનું ફાયરીંગ : બોટનું અપહરણ

કચ્છનાં દરિયામાં મધરાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જખૌથી આગળ પાકિસ્તાન મરીન સિકયોરિટી એજન્સી દવારા આ હરકત કરવામાં આવેલી છે. પ્રાથમિક વિગતો પ્રમાણે બે ભારતીય બોટને પાકિસ્તાન તરફ ખેંચી લઈ જવામાં આવી છે.જયારે એક બોટ કચ્છ જખૌ તરફ ભાગી આવી હતી. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, કચ્છનાંઙ્ગ જખૌ દરિયાકાંઠા વિસ્તારમાં રવિવારની મધરાતે ભારતીય બોટ ઉપર પાકિસ્તાન દવારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાતનાં અંધારામાં અચાનક ગોળીઓ છૂટના ભારતીય બોટ સાવચેત થઈ ગઈ હતી. અને પરત ફરી અકીલા ગઈ હતી. દરમિયાન બે બોટ નાપાક તત્વોનાં હાથમાં આવી ગઈ હોવાનું પછી ફરેલી બોટમાં રહેલા લોકોએ પોલીસને જણાવ્યું હતું.ઙ્ગ ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) ઉપર ભારતીય સૈન્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આઝાદ કાશ્મીરમાં રહેલા આંતકી લોન્ચ પેડને નષ્ટ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારથી રઘવાયું થયેલુ પાકિસ્તાન નાપાક હરકતો કરી રહ્યું છે. જેને પગલે દેશની અન્ય સરહદો ઉપર કોઈ નાપાક હરકત થઈ શકે છે તેવું ઇન્ટેલ  ઈનપુટ આપવામાં આવ્યું હતું. અને તે દરમિયાન જ કચ્છનાં દરિયામાં આ પ્રકારની ઘટના બની છે. જેને લઈને સુરક્ષા દળો તેમજ ઇન્ટેલ એજન્સીઓ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. આ બંને બોટ માંગરોળની હોવાનું જાણવા મળ્યું છે