કચ્છી ભાષાના વિદ્વાન સાહિત્યકાર માધવ જોશીનું આજે નારાયણ સરોવર મધ્યે દુઃખદ નિધન થયું છે. તેઓ હમણાં ઘણા સમયથી અસ્વસ્થ હતા.૯૩ વર્ષના માધવ જોશી કચ્છી ભાષાના જાણીતા સર્જક હતા. કચ્છ અને કચ્છ બહાર રહેતા કચ્છીઓમાં તેઓ 'માધુબાપા' તરીકે ભારે લોકપ્રિય હતા. કરાંચી પાકિસ્તાન મધ્યે જન્મેલા માધવ જોશી ભાગલા પછી કચ્છમાં નારાયણસરોવર મધ્યે સ્થિર થયા હતા. તેમના દુઃખદ નિધનથી કચ્છી સાહિત્ય રાંક બન્યું છે.
Monday, April 13, 2020
New
