લોકડાઉનની અમલવારી વચ્ચે રવિવારે સરહદી નારાયણસરોવર ખાતે પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમા ચર્ચા બાદ પડાલા ક્રીમાં માછીમારીને છૂટ આપવામાં આવી હતી. બેકઠમાં હાલ ચાલી રહેલા લોકડાઉન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને નારાયણસરોવરની સાથે લખપતના માછીમારોએ દરિયા ખેડવા પર મંજૂરી આપી હતી. તે અંગે બીએસએફના કમાન્ડન્ટ અનિતાબેન સાથે ચર્ચા કરી હતી. હાલના સમયમાં માછીમારોને પડાલા ક્રીક વિસ્તારમાં જ માછીમારોની છૂટ આપવામાં આવી છે.માછીમાર અગ્રણી હાસમ ભડાલાએ તમામ શરતોનો પાલન કરવાનું અને સ્વચ્છતા જાળવવાની સાથે જરૂરી દવાનું છંટકાવ કરવા ખાતરી આપી હતી. પ્રાંત અધિકારીની સુચના પ્રમાણે જેટી પર આવ-જાવનો સમય એક જ રહશે. મામલતદાર, મત્સવિભાગ, સરપંચ અને તલાટીએ તેમને ગાઇડ લાઇન આપવાની રહશે. બીએસએફની સુચનાઓને ખાસ માનવા પણ તાકિદ કરાવમાં આવી હતી. તંત્રની મંજૂરી મળતા માછીમારોએ આભાર માન્યો હતો. માછીમારીની સિઝન માત્ર બે માસ જ રહી હોવાથી ચિંતા હતી. તેવામાં આખરે તંત્રએ માછીમારીની મંજૂરી આપી હતી. આ બેઠકમાં મામલતદાર અનિલ સોલંકી, ટીડીઓ, હેલ્થ વિભાગ, પોલીસ અને બીએસએફના અધિકારીઓ જોડાયા હતાં.
Monday, April 13, 2020
New