હાલ દેશમાં લોકડાઉન છે. લોકો સમયમાં સોશિયલ મીડિયા, ટીવી, ઇનડોર રમતો વડે સમય પસાર કરી રહ્યાં છે. તો કેટલાક લોકો રસોઇ, સંગીત, લેખન અને ચિત્રો જેવા સર્જનાત્મકતા ખીલવી રહ્યાં છે. સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા આ લોકો અન્યોને પણ પ્રેરણા આપી રહ્યા છે. જેઓ કારણ વગર બહાર નીકળી રહ્યા છે.અબડાસા તાલુકાના વાકુંના પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજવતા કિશોરસિંહ જાડેજા હાલના સમયમાં પોતાના ઘરે રહીને આગામી સમયમાં પોતાની શાળાના બાળકો માટે કેટલાક રેખા ચિત્રો બનાવી રહ્યા છે. આ ચિત્રોમાં શહીદો, દેશના નેતાઓ, સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આ ચિત્રો બનાવ્યા બાદ આગામી સમયમાં ફ્રેમમાં ગોઠવીને પોતાની શાળા અને વર્ગના બાળકોને માટે પ્રેરણા બને તેવું કાર્ય કરી રહ્યાં છે. શિક્ષક માત્ર પોતાના શોખ અને ધગશના કારણે પોતાની સામે રહેલી કોઈ પણ વ્યક્તિ અથવા ચિત્ર જોઈને આબેહૂબ તેના જેવું જ રેખા ચિત્ર બનાવી શકવાની આવડત ધરાવે છે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.ગામના વિનયપાર્કમાં રહેતા અને કે. વી. હાઇસ્કૂલમાં 12 સાયન્સના વિદ્યાર્થી કિશન સોની હાલના લોકડાઉનમાં મોબાઈલમાં ટાઇમ પાસ નથી કરતો. કે પછી કારણ વગર ઘરથી બહાર પણ નથી નિકળતો. તે હાલ પોતાની રચનાત્મક પ્રતિભા ખીલવી રહ્યો છે. કિશન જણાવે છે કે તેને પાંચમાં ધોરણથી જ ચિત્ર દોરવાનો ભારે શોખ છે. અને આકૃતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી. રેખા ચિત્રો દોરવામાં પણ તેઓ માહેર છે. અન્ય વિદ્યાર્થીઓને રાહ ચીંધતા કિશન સોનીએ અત્યાર સુધી હજારો ચિત્રો બનાવ્યા છે. મહાપુરુષોની સાથે કિશનને ભગવાન શ્રીરામ-સીતા,રાધા-કૃષ્ણ, ગણેશજીના ચિત્રો બનાવવા પ્રિય છે. મહાપુરુષોમાં ગાંધીજી, મહારાણા પ્રતાપ, શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક ચિત્રો તેણે બનાવ્યા છે.
Monday, April 13, 2020
New