NCCના 92 કેડેટ્સ લોકડાઉનમાં સંભાળી રહ્યા છે જવાબદારી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 11, 2020

NCCના 92 કેડેટ્સ લોકડાઉનમાં સંભાળી રહ્યા છે જવાબદારી

લોકડાઉનની સ્થિતીમાં પોલીસના જવાનો સાથે એનસીસી કેડેટ્સ પણ આ કામગીરીમાં તેમનો સાથ આપીને ખડેપગે જોવા મળી રહ્યા છે. પુર્વ કચ્છના ગાંધીધામ, આદિપુર, અંજારમાં એનસીસી કેડરના 92 વિધાર્થીઓ પોલીસ સાથે ખડેપગે રહીને જવાબદારી સંભાળી રહ્યા છે. જે માટે આર્મી, નેવીના ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નેવીના સિક્સનેવલના કમાન્ડીંગ ઓફિસર જતીન કનવરના નેજા હેઠળ વિવિધ સ્થળોએ બંદોબસ્તની કામગીરી સોંપાઈ હતી.ગાંધીધામમાં આર્મી, નેવીના રાજ સુરેશચંદ્ર, અંજારમાં ગૌરવ લોઢિયા, દિલીપ પરમાર, આદિપુરમાં કમલેશ પટેલ, ડો. ત્રિસુનીતા પટેલને સુપરવિઝનની જવાબદારી સોંપાઈ છે. આ સાથે 1 ગુજરાત કોય એનસીસી ભુજના રાકેશ થાપલીયાલ અને 6 નેવલના જતીન કનવર માર્ગદર્શન આપી રહ્યા છે. કામગીરીમાં સીક્સ નવેલનો પુરો પીઆઈ સ્ટાફ જોડાયો છે. એનસીસી કેડેડ્સ ફરજ બજાવતા વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.