ગાંધીધામમાં અત્યાર સુધી સબ સલામત પરંતુ લોકડાઉનની ગંભીરતા રાખવી જરૂરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 11, 2020

ગાંધીધામમાં અત્યાર સુધી સબ સલામત પરંતુ લોકડાઉનની ગંભીરતા રાખવી જરૂરી

કચ્છમાં કોરોનાના ચાર પોઝીટીવ કેસ અત્યાર સુધી નોંધાઇ ચૂક્યા છે. કચ્છની આર્થિક પાટનગરી કે જ્યાં પચરંગી વસતી ધરાવે છે તેવા ગાંધીધામમાં અત્યાર સુધી સદ્દનશીબે કોઇ કોરોનાનો કેસ નોંધાયો નથી. પરંતુ લોકો જે રીતે લોકડાઉનની ગંભીરતા દાખવવાને બદલે છૂટછાટનો ગેરલાભ લઇ સોશિયલ ડિસ્ટન્સનો કેટલાક સંજોગોમાં ભંગ કરીને કોરોનાને નિમંત્રણ આપી રહ્યા છે તે બાબત સંકુલ માટે ચિંતાજનક છે. ગાંધીધામમાં સવારના સમયે લોકડાઉન વચ્ચે લોકોને આવશ્યક ચીજ વસ્તુ લેવા આપવામાં આવેલી છુટછાટમાં સમયની પાબંદીનું પાલન કરાવવા તંત્રને લોકો સાથે લમણાઝિક કરવી પડે છે.ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે સોશ્યલ ડિન્સન્ટ જાળવવું મુશકેલ બની રહ્યું છે. શાકભાજીની લારીવાળા માર્કેટમાંથી નીકળી ખાંચા ગલીઓમાં ઉભા રહેતા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સંકુલમાં અત્યાર સુધી કોરોનાનો કોઇ કેસ નોંધાયો નથી. પરંતુ આવશ્યક ચિજવસ્તુઓ લેવાના બહાને કેટલીક વખત કેટલાક લોકો ગંભીરતા દાખવા નથી. જેને લીધે સંકુલને ભારે નુકશાન પહોંચી શકે તેવી સંભાવના નકારી શકાતી નથી. વહીવટી તંત્ર, પોલીસ, પાલિકા, આરોગ્ય  વિભાગ વગેરે દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરીને લોકોએ ઘરમાં  રહીને કોરોના સામે જંગ જીતવો પડશે.તે માં કોઇપણ જાતની કચાસ રહેશે તો સંકુલને પણ કોરોનાનો ભરડો લઇ શકાયતેવી શક્યતા નકારી શકાય તેમ નથી.ગંભીર પરીણામ ભોગવવા ના પડે તે માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે ઘરમાં જ રહેવાનું અનુકુળ ગણાશે. લોકડાઉનનો કડક અમલ થાય અને લોકો ઘરમાં જ રહી કોરોમાં સામે રક્ષણ મેળવી જંગ જીતે તે માટે તંત્ર પુરતી કોશિષ કરે છે, તેમ છતાં હજુ પણ કેટલાક સ્થળ પર લોકો ગંભીરતા દાખવામાં ચુક કરતા હોવાથી કોરોનાને ઉઘાડે છોગ નિમંત્રણ આપતા હોવાની ફરીયાદ ઉઠી રહી છે. મામલતદાર કચેરી પાછળ શાક માર્કેટની ઉભી કરવામાં આવેલી વ્યવસ્થામાં નિયત સમય પછી આ જગ્યાએથી લોકો અને શાકભાજીની લારીવાળાને દુર કરવા તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અન્ય સ્થળ પર પણ સોશ્યલ ડિસટન્સ જળવાતું નથી તે બાબત ચિંતાજનક ગણી શકાય. લોકોએ ગંભીરતા દાખવી કોરોનાને પ્રવેશ બંધી અત્યાર સુધી રહી છે તેમાં સહયોગ આપવાની જરૂર છે.નગરસેવિકા ગોમતીબેનના પતિ વીરાભાઇ પોતાના બે ટ્રેક્ટર લાવીને સેનિટાઇઝેશનની કામગીરીમાં પાલિકાને સહયોગ આપી રહ્યા છે. આ બાબત આવકાર દાયક છે જ્યારે શક્તિનગર સહિતના વિસ્તારમાં સેનિટાઇઝેશનની કામગીરી સમયે પાલિકાની કારોબારીના ચેરમેન વિજય મહેતાએ પણ સ્પ્રે છાંટીને સેનિટાઇઝેનનીકામગીરીમાં પોતાનો ફાળો આપ્યો હતો. અલબત, આ કામમાં તેણે અને ડ્રાઇવર તથા ભાજપના આગેવાન પ્રજાપતિએ હાથના મોજા પહેરવાનું ટાળ્યું હતું.