લોકડાઉન જાહેર થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કામ વગર બહાર નીકળતા લોકો પર તવાઇ બોલાવી દીધી છે. લોકડાઉન વેળાએ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પોલીસે કુલ 2425 વાહન ડિટેઇન કરી જે-તે વિસ્તારના પોલીસ મથકે મુકયા હતા. ભુજમાં ડિટેઇન થયેલા વાહનોની સંખ્યામાં વધારો થતા એ અને બી ડિવિઝન બાદ વાહન હેડકવાર્ટર ખાતે રાખવાનું શરૂ કરાયું હતું. તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી અથવા કોઇપણ કામ હોય તો તેના માટે અમુક ચોક્કસ સમય જાહેર કર્યું છે તે સિવાય બહાર નિકળવાની મનાઇ ફરમાવાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી લોકોને ઘરમાં રહેવા વિનંતી કર્યા બાદ પણ બહાર નીકળતા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો, તો ટુ-વ્હીલર કે ફોર વ્હીલરની બહાર નીકળતા લોકોના વાહન ડિટેઇન કરી લેવાયા હતા. લોકડાઉનના 18 દિવસ દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 2425 વાહન ડિટેઇન કરાયા હોવાનું જિલ્લા ટ્રાફિકના પીએસઆઇ જે. એમ. જાડેજાએ જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છના જુદા જુદા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન કામ વગર બહાર નીકળતા લોકો પર તવાઇ બોલાવી વાહન ડિટેઇન કર્યા હતા.વાહન ડિટેઇન કરી ધાક બેસાડતી કાર્યવાહી કરવા છતાં લોકો બહાર નીકળવાનું બંધ કરતા ન હોવાથી જાહેરનામા ભંગના ગુનો પણ નોંધાયો હતો. કોરોના વાયરસના ભયને પગલે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હોવા છતા લોકો બહાર નીકળતા હોવાથી તેમને વાહન થોડા દિવસ માટે ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેર એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકમાં ડિટેઇન થયેલા વાહનોની સંખ્યા વધારે હોતા છેલ્લા બે ત્રણ દિવસથી ડિટેઇન થયેલા વાહનોને હેડકર્વાટર ખાતે મુકવાનું શરૂ કરાયું છે. ડિટેઇન થયેલા વાહનોમાં ટુવ્હીલરની સંખ્યા વધારે છે અને ફોરવ્હીલરનો આંકડો નજીવો છે.
Saturday, April 11, 2020
New