કોરોના મહામારીની વિકટ પરિસ્થિતીમાં મુન્દ્રા તાલુકાની સ્વૈચ્છિક સંસ્થાઓએ સેવાનો ધોધ વહાવી દીધો છે. સાથે સાથે રાજ્યસરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયોનું સુચારૂ વિતરણ થતાં ચોમેરથી લોકોએ રાહતનો દમ લીધો છે.=સ્થાનિક મામલતદાર કચેરીના માધ્યમથી વિતરિત થતી તમામ સહાય અંગે પ્રકાશ પાડતા નાયબ મામલતદાર યશોધર જોશીએ રાજ્ય સરકાર દ્વારા સહાયના ના ધોરણે આપવામાં આવેલા પુરવઠામાંથી 15737 પરીવારોની કુલ્લ 68368 વ્યક્તિઓને નિઃશુલ્ક ઘઉં ચોખા ઉપરાંત અન્નભ્રમ યોજના અંતર્ગત નિસહાય પરપ્રાંતીય મજૂરોને 2400 કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ તાલુકા શાળાઓના 15283 છાત્રોના ખાતામાં કુલ રૂા. 9,55,831નું ભંડોળ જમા કરાયું હોવા બાબતથી અવગત કર્યા હતા. વિશેષમાં કચેરી સંચાલીત ટોલ ફ્રી નં પર આવતી તમામ ફરીયાદોનો પ્રતિ દિન સાંજે સાત વાગ્યા સુધી નિકાલ કરવામાં આવતો હોવાથી માહિતગાર કર્યા હતા.મામલતદાર કચેરીએથી આજ પર્યંતના મળેલ આંકડાકીય અહેવાલ મુજબ મહામારીની વિકટ પરીસ્થીતીમાં નગરમાં કાર્યરત તમામ સંસ્થાઓ ખભેથી ખભા મિલાવી સેવાકીય યજ્ઞમાં જોડાઈ છે.વિવિધ સંસ્થાઓએ પોતાનો સંપર્ક નં જાહેર કર્યા બાદ નગરમાં 1639 રાશન કીટોનું વિતરણ કરી 4752 વ્યક્તિઓને ભોજન પહોંચતું કર્યું છે.ગુંદાલા સ્થિત શીખોનું ગુરુદ્વારા ટ્રસ્ટના યુવાનો પરોઢીયે પાંચ વાગ્યેથીજ લોકો માટે ભોજન તૈયાર કરવામાં જોતરાઈ જાય છે.જયારે સથવારા સમાજને મદદની ટહેલ નાંખતા વીસ વોલિયેન્ટરની ટીમ ટાંકણી તોલા સાથે સૂચિત સ્થળ પર પહોંચી જતી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
Saturday, April 11, 2020
New