કોરોના ગુજરાત LIVE / રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3777 પોઝિટિવ દર્દી, 181ના મોત, 434 દર્દી સાજા થયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 29, 2020

કોરોના ગુજરાત LIVE / રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3777 પોઝિટિવ દર્દી, 181ના મોત, 434 દર્દી સાજા થયા

ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3774 દર્દી નોંધાયા છે અને  434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાની બે મહિલા દર્દીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.
અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 34 દર્દી વેન્ટીલેટર પર 
રાજ્યમાં ગઇકાલે જે 19 દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 28 એપ્રિલે વધુ 40 દર્દી સાજા થયા છે. કુલ 3774 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર અને 3125ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી
કોરોનાની સ્થિતિ, તેના નિવારણ પગલાં અને લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં લીધેલા ત્વરિત પગલાં અને આધુનિક ટેકનલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની પ્રશંસા કરી છે.
કુલ દર્દી 3774 , 181ના મોત અને 434 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)
શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ2543128241
વડોદરા2551358
સુરત 5701920
રાજકોટ530015
ભાવનગર 410520
આણંદ6003 18
ભરૂચ310214
ગાંધીનગર360212
પાટણ170111
નર્મદા 12 0001
પંચમહાલ  200200
બનાસકાંઠા280101
છોટાઉદેપુર13 0005
કચ્છ 06 0104
મહેસાણા07 0002
બોટાદ19012
પોરબંદર030003
દાહોદ 0400 01
ખેડા060001
ગીર-સોમનાથ03     0002
જામનગર 010100
મોરબી 01 0001
સાબરકાંઠા030002
મહીસાગર100000
અરવલ્લી18 0100
તાપી 01 0000
વલસાડ 05 01 00
નવસારી 030000
ડાંગ 020000
સુરેન્દ્રનગર01 00 00 
કુલ 377718143