મોરબી પંથકમાં દુકાનોમાંથી તેલ-બિસ્કિટ-રોકડ-ટીવી ચોરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 29, 2020

મોરબી પંથકમાં દુકાનોમાંથી તેલ-બિસ્કિટ-રોકડ-ટીવી ચોરી

 મોરબીના રાજપર (શનાળા) ગામે તસ્કરો ત્રાટકયા હતા. જોકે ગતરાત્રે શનાળા રોડ સ્કાઇ મોલની બાજુમાં તસ્કરોને પાનની દુકાન તોડવાનો પ્રયાસ કર્યો હતો. રાજપર ગામે રવિવારની રાત્રે તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી હતી.જેમાં રાજપર (શનાળા) ગામથી આગળ ગામના રોડ ઉપર આવેલ રાજ ટ્રેડિંગ નામની કોલસાની ઓફીસના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશીને બે સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટરનું મોનીટરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઓફિસમાં તોડફોડ પણ કરીને સમાન વેરવિખેર કરી નાખ્યો હતો.વધુમાં, તસ્કરો બાજુની કરીયાણાની દુકાનમાંથી 15 લીટર તેલ, બે બિસ્કિટના કાર્ટૂન, એક ટીવી, રૂ.1500 રોકડાની ચોરી કરી ગયા છે. જ્યારે સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ત્રણ શખ્સો કૉસ લઈને ફરતા હોવાનું કેદ થયું છે. જોકે આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે હમણાંથી નાની મોટી ચોરીના બનાવો વધી રહ્યા છે. લોકડાઉન વચ્ચે પણ તસ્કરો કસબ અજમાવી રહ્યા છે. તેથી, આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.બિસ્કિટ-રોકડ-ટીવી ચોરી