દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,361 થઈ ગઈ છે. અને અત્યાર સુધી દેશમાં 1,008 લોકોના મોત થયા છે.મંગળવારે ગુજરાતમાં 226, મધ્ય પ્રદેશમાં 222, દિલ્હીમાં 206, રાજસ્થાનમાં 102, તમિલનાડુમાં 121, આંધ્ર પ્રદેશમાં 82, પશ્ચિમ બંગાળમાં 48 સહિત 1100 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કોરોના વાઈરસના કારણે હરિયાણાના ફરીદાબાદની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. હરિયાણા સરકારને લાગી રહ્યું છે કે દિલ્હીથી આવતા જતા લોકોથી તેમને જોખમ થઈ શકે છે.જેથી દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદથી તમામ બોર્ડર સીલ કરાઈ છે.
મહત્વના અપડેટ્સ
- ફરીદાબાદમાં આજે બપોરે 12 વાગ્યા પછી દિલ્હીમાં કામ કરનારા ડોક્ટર્સ, બેન્ક કર્મચારી અને પોલીસ વાળા પણ એન્ટ્રી નહીં કરી શકે.
- ઝારખંડની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે
- કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, લોકડાઉનના કારણે ભક્તોને જવાની મંજૂરી નહીં અપાય
- 2 દિવસમાં 8 પોલીસકર્મી પોઝિટિવ મળી આવ્યા, તેમના નજીકના લોકોને ક્વૉરન્ટીન કરાયાઃપૂણે પોલીસ