DPTદ્વારા સેનિટાઇઝેશન ટનલ શરૂ કરાઈ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, April 10, 2020

DPTદ્વારા સેનિટાઇઝેશન ટનલ શરૂ કરાઈ

વર્તમાન કોરોનાને લઇને ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્ટ પ્રશાસન દ્વારા રોજેરોજ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. દીન દયાળ  પોર્ટના નોર્થ ગેટમાં પ્રથમ સેનિટાઇઝેશન ટનલની શરૂઆત કરવામાં આવી હતી. આ ટનલની વિશેષતા એવી છે કે તેમાં એક સાથે બે વ્યક્તિઓ અને એક દિવસમાં 650 જેટલા વ્યક્તિઓ પસાર થઈ શકે છે. તે સાથે સાઈકલ, બાઈક જેવા દ્રીચક્રી વાહનો પણ તેમાંથી પસાર થઈ શકે છે. પોર્ટ અધ્યક્ષ દ્વારા પોર્ટ સાથે જોડાયેલા લોકોની સુરક્ષા ને પ્રાથમિકતા આપતા આ પ્રકારની 5 ટનલ નો ઓર્ડર આપી દિધો છે. જે પોર્ટના, સ્ટાફ કોલોની સહિતના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવશે.
ડીપીટીની વિવિધ ટીમો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને તેમજ વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરીને 1000થી વધુ કર્મચારીઓને પ્રેરિત કરી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવામા આવી હતી. પોર્ટ અધ્યક્ષ સંજય મહેતા દ્વારા પોર્ટ ઉપભોક્તાઑ અને શિપિંગ ઉદ્યોગથી સંકળાયેલાંઓને અપીલ કરવામાં આવી કે આ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરાય. કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલી આ એપના માધ્યમથી દરેક વ્યક્તિ પોતાનું
સ્વયં ચેકીંગ કરી શકે છે, તેમજ સ્થળના આધારે કોરોના ગ્રસ્તિત થવાનો કેટલો ખતરો છે, તેં પણ જાણી શકે છે.