લોકડાઉનને લઈને રાષ્ટ્ર આખુંય જયારે સ્તબ્ધ છે.ત્યારે દેશના પશ્ચિમ છેડે કચ્છ સરહદ પર પણ એક વિરલ ઘટના બની હતી.9 એપ્રિલ 1965ના દુશ્મનોને ખદેડી સરદાર પોસ્ટ સાચવી રાખવા શહીદી વહોરનાર CRPFના જવાનોની યાદમાં શૌર્ય દિન ઉજવાય છે. સામાન્યતઃ આ દિવસે અહીં રાજ્ય કે રાષ્ટ્રીયસ્તરેથી CRPF અધિકારીઓનો કાફલો આવતો હોય છે પરંતુ લોકડાઉનને પગલે પહેલી વખત CRPF ના ઉચ્ચ અધિકારીઓએ નિર્ણય કરી અને જવાનોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા બોર્ડર સેક્યુરીટી ફોર્સને આ ઉજવણી કરવા વિનંતી કરી હતી.BSF એ ગર્વભેર આ વાત સ્વીકારી અને ગુરુવારે સરદાર પોસ્ટ પર સીમા સુરક્ષા દળના જવાનોએ પુષ્પઅંજલિ અર્પણ કરી હતી.ખરેખર બંને સુરક્ષા દળો વચ્ચેનું આ સંકલન અને જવાનોની સુરક્ષા માટે રાષ્ટ્રપ્રથમની ભાવના દાદ માંગી લે તેવી છે. CRPFના ડી.આઈ.જી કે.એમ યાદવે પણ ‘ભાસ્કર’થી વાત કરતા કહ્યું કે,આમ તો દેશભરમાંથી આ દિવસે અહીં અધિકારીઓ આવે છે અને અમે ઉજવણી કરતા હતા પણ હાલની સ્થિતિમાં દેશ જયારે લોકડાઉન પગલે મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે
9મી એપ્રિલ 1965ના રોજ પાકિસ્તાને કચ્છના રણની જે ચોકી પર આક્રમણ કર્યું અને સીઆરપીએફના જવાનોએ મારી હટાવ્યું એ ચોકીનું સાચુ નામ શું છે ? સરદાર ચોકી કે સરદાર પટેલ ચોકી ? સામાન્ય રીતે સીઆરપીએફ ઉપરાંત બીએસએફ સહિતના દળ આ ચોકીને સરદાર ચોકી નામથી ઓળખે છે. પણ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સીઆરપીએફના શાૈર્ય દિન નિમિત્તે 9મી એપ્રિલની ઐતિહાસિક ઘટનાને યાદ કરીને શહીદોને અંજલિ આપતો સંદેશો પાઠવ્યો છે તેમાં ચોકીનો ઉલ્લેખ સરદાર પટેલ પોસ્ટ તરીકે કર્યો છે. તેથી કેટલાકને આશ્ચર્ય થયું છે. પણ સાચી વાત એ છે કે, આ ચોકીનું નામ સાચુ નામ સરદાર પટેલ પોસ્ટ જ છે. એ સમયના કચ્છના કલેક્ટર એસ.જે.કોહેલ્હોએ 2010મા એક લેખ લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, 14મી માર્ચ 1965ના રોજ નવી ઊભી કરાયેલી પોસ્ટને સરદાર પટેલના નામ સાથે જોડવામાં આવી હતી. આપણા પોલીસ દળના લોકોની અે માન્યતા સાચી નથી કે, સરદાર ચોકીનું નામ શીખ કમાન્ડરના નામે રખાયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પાકિસ્તાને જ્યારે આક્રમણ કર્યું ત્યારે શ્રી કોહેલ્હો જાતે વિઘાકોટ ચોકી પર હાજર હતા. આ યુદ્ધ વખતે તેમણે બજાવેલી કામગીરી બદલ કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. આઝાદી પછી આ રીતે પદ્મશ્રી મેળવનાર તેઓ પ્રથમ અધિકારી હતા.
1965માં વીઘાકોટની નજીક આવેલા સરદાર પોસ્ટ ખાતે અર્ધ લશ્કરીદળના ગણ્યાં ગાંઠ્યા જવાનોએ પાકિસ્તાનના ભારે આક્રમણનો રાતભર સામનો કર્યો અને જરાપણ મચક ન આપી તેના માનમાં ઉજવાતા સીઆરપીએફના વીરતા દિન નિમિતે આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઇને નાના પાટેકર, અક્ષયકુમાર જેવા ફિલ્મી અભિનેતાઓએ ટ્વીટ કરી હતી અને જાંબાજ જવાનોને યાદ કર્યા હતાં. આજે 9મી એપ્રિલે સીઆરપીએફનો વીરતા દિન ઉજવવામાં આવ્યો હતો. તે પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્રસિંઘ શેખાવત, જી કિશન રેડ્ડી, નરેન્દ્રસિંહ તોમર, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, સીઆરપીએફના ડીજી આનંદપ્રકાશ માહેશ્વરી, ભાજપ પ્રમુખ જગતપ્રકાશ નડ્ડા, મણીપુરના રાજ્યપાલ નજમા હેપ્તુલ્લાહ, રાજસ્થાનના માજી મુખ્યમંત્રી સી.પી.જોશી, ફિલ્મી કલાકારો અક્ષયકુમાર અને નાના પાટેકર જેવા અનેક લોકોએ સીઆરપીએફના વીરતા દિનને યાદ કર્યો હતો.