કંડલાની સરવા ઝૂંપડપટ્ટીમાં આગ ભભૂકી : ઘરવખરી ખાખ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, April 10, 2020

કંડલાની સરવા ઝૂંપડપટ્ટીમાં આગ ભભૂકી : ઘરવખરી ખાખ

કંડલાની સરવા ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગે દેખા દીધી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પાણીનો મારો ચલાવીને આગ તો ઓલવવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં પ્રસરેલી આગે બે ઝૂંપડાના રહીશોની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. બે ગરીબ પરીવારની ઘર વખરી સળગી જતાં તેઓના આક્રાંદથી કરીને વાતાવરણ કરૂણ બન્યું હતું.
એક તરફ હાલ ગરીબ અને મધ્યમ વર્ગ માટે કોરોનાના પગલે પરીસ્થિતિ વિકટ બની રહી છે. સમાજ સેવી સંસ્થાઓ દ્વારા રાશનકીટનું વિતરણ પણ થઇ રહ્યું છે. આવા સંજોગો વચ્ચે એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિમાં આજે બે ઝૂંપડાધારકોને 
માટે આભ ફાટે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.